ભૂતકાળની ક્રિકેટ ફિકસિગની ઘટનાઓ બાદ પણ પાકિસ્તાનના ખેલાડીઓએ કોઈ બોધપાઠ લીધો નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્રારા એન્ટી-કરપ્શન કોડના ઉલ્લંઘન હેઠળ સોમવારે ક્રિકેટર ઉમર અકમલ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મુકાયો છે. ઉમર અકમલની વિરુદ્ધ પીસીબીની ડિસિપ્લનરી કમિટિ મેચ ફિક્સિંગના ઓરોપોની તપાસ કરી રહી હતી. અકમલ હવે આગામી ત્રણ વર્ષે સુધી કોઈપણ પ્રકારની ક્રિકેટ મેચમાં ભાગ લઈ શકશે નહીં. પીસીબીએ ટ્વીટ કર્યું કે, ઉમર અકમલ પર ડિસિપ્લનરી પેનલના અધ્યક્ષ જસ્ટિસ ફજલ-એ-મીરન ચૌહાણ તરફથી ક્રિકેટના તમામ ફોર્મેટમાં ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકાયો છે અગાઉ 29 વર્ષીય અકમલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેને બે બોલ ફેંકવા માટે ફિક્સર તરફથી 2 લાખ અમેરિકન ડોલરની રજૂઆત કરાઈ હતી. તેણે દાવો કર્યો હતો કે, ભારતની વિરુદ્ધ મેચ છોડવા માટે નાણાંની રજૂઆત કરાઈ હતી ઉલ્લેખનીય છે કે આઈસીસીના એન્ટી કરપ્શન કોડ 2.4.4 અને 2.4.5 હેઠળ દરેક ખેલાડીએ જણાવવું પડે છે કે તેણે કોઈપણ નાણાં કે પછી કોઈ ખોટી રીતે ફાયદો પહોંચાડવા માટે પ્રયાસ કરાયા છે .જો કોઈ ખેલાડી આની જાણકારી છૂપાવે છે તો તેને 5 વર્ષ સુધી સજા મળી શકે છે.