વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના ‘સેવા જ સંગઠન’કાર્યક્રમ દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓને રાજ્યના એકમોને કોરોના મહામારી સમયે કરવામા આવેલી સેવાની કામગીરી અંગે પૂછ્યું હતું. અલગ અલગ રાજ્યોના પાર્ટી કાર્યકર્તાઓએ તેમનો રિપોર્ટ રજૂ કર્યો હતો. મોદીએ કહ્યુંહતુ કે મારો આગ્રહ છે કે આપણે દરેક મંડળની એક ડિજિટલ બુકલેટ બનાવવી જોઈએ. એટલુ જ નહિ સમગ્ર જિલ્લા અને પછી રાજ્ય અને આ રીતે આખા દેશની એક ડિજિટલ બુક બનાવવાનો વિચાર મુકયો છેય .તેમણે કહ્યું- આ માનવ ઈતિહાસની બહુ મોટી ઘટના છે. તેથી જરૂરી છે. તેનો ત્રણ ભાષામાં અનુવાદ થાય. હિન્દી, અંગ્રેજી અને માતૃભાષા. આ સમયમાં જે લોકોએ પણ સેવાકાર્ય કર્યું તેઓ અભિનંદનના અધિકારી છે.