પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્તક પૂર્ણિમા નિમિત્તે સોમવારે બપોરે વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે 6 લેનના ધોરીમાર્ગનું લોકાર્પણ કર્યા બાદ ખજુરીમાં જનસભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી બાબા વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. તેમણે બાબા વિશ્વનાથનો અભિષેક કર્યો હતો. ત્યારબાદ અલકનંદા ક્રૂઝથી રાજઘાટ પહોંચી દિપ પ્રજલ્લિત કર્યા હતા. અહીં કાશીવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે કોરોના કાળમાં ઘણુબધુ બદલાઈ ગયુ છે પણ કાશીની શક્તિ અને ભક્તિ નહીં, આ તો મારી અવિનાશી કાશી છે.કાર્તિક પૂર્ણિમા નિમિત્તે પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા. દેવ દિવાળી તહેવાર નિમિત્તે તેમણે રાજઘાટ પર દિપ પ્રગટાવ્યા હતા. તે સમયે UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ PM મોદીએ પ્રયાગરાજથી વારાણસી માટે 6 લેન હાઈવેનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેઓ બાબા વિશ્વનાથના મંદિર પણ ગયા હતા.તેમણે બાબા વિશ્વનાથનો અભિષેક કર્યો હતો.