વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાતના 76માં એપિસોડમાં પણ કોરોનાની સ્થિતિમાં કઈ રીતે કામ કરવુ અને કઈ રીતે સ્થિતિને કાબુમાં લેવી અને ખાસ કરીને અફવા પર ધ્યાન ન આપવાની વાત કરી છે.મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં વેક્સિનનું મહત્વ દરેક જણ જાણતા થઈ રહ્યા છે. કોઈપણ અફવાઓ માં ન આવશો. ભારત સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારોને મફત વેક્સિન મોકલાઈ રહી છે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકો તેનો લાભ લઈ શકે છે. 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિન અપાશે. ભારત સરકાર દ્વારા નિ: શુલ્ક વેક્સિનેશનનો કાર્યક્રમ આગળ પણ ચાલુ જરહેશે. મારો રાજ્યોને પણ આગ્રહ છે કે તેઓ ભારત સરકારના મફત વેક્સિન અભિયાનનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે.
વધુમાં મોદીએ જણાવ્યુ હતું કે, કોરોના આપણાં ધીરજની પરીક્ષા લઈ રહ્યો છે. આ દરમિયાન તેમણે મુંબઈના ડો.શશાંક સાથે વાત કરી. આ દરમિયાન ડો.શશાંકે કહ્યું કે લોકો ખૂબ જ મોડા સારવાર શરૂ કરે છે. જો તમે સરકારી માહિતીનું પાલન કરશો, તો તમારે આ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. હળવા કોવિડ માટે અમે ઓક્સિજન મોનિટર કરીએ છીએ, તાવ જોઈએ છીએ. જ્યારે તાવ વધે છે ત્યારે પેરાસિટામોલ આપીએ છીએ.