નવી દિલ્હીમાં યોજાયેલા એનસીસીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણા સશસ્ત્ર દળોના વખાણ પણ કર્યા હતા સાથોસાથ પડોશી દેશને સીધી ચીમકી પણ આપી દીધી હતી. તેમણે કહ્યું હતું કે આપણે જાણીએ છીએ કે આપણા પડોશી દેશ આપણી સાથે ત્રણ વખત લડાઈ હારી ચુક્યા છે. આપણા સશસ્ત્ર દળોએ તેમને હરાવવા 10-12 દિવસથી વધારે સમય નહીં લાગે. તેઓ દાયકાઓથી આપણી સામે પરોક્ષ યુદ્ધ લડી રહ્યા છે. તેમા હજારોની સંખ્યામાં નાગરિકો, જવાનોએ જીવ ગુમાવ્યો છે. પીએમ મોદીએ આ પ્રસંગે જમ્મુ કાશ્મીરનુ નામ લઈને પણ પહેલા ત્યાં શું સ્થિતિ હતી અને શું સ્થિતિ છે તે અંગે પણ કહ્યું કે 370 હંગામી હતી, માટે તેને દૂર કરાઈ .કાશ્મીરના કેટલાક લોકો તેના પર રાજકારણ કરતા રહ્યા છે, રાષ્ટ્રધ્વજનું અપમાન થતું રહ્યું અને તેઓ ફક્ત પોતાની મતબેંક જ જોતા હતા. 70 વર્ષ બાદ કાશ્મીરમાંથી 370 કલમ હટાવાઈ તે અમારી જવાબદારી હતી. પાકિસ્તાન આપણી સામે કોઈ પણ રીતે યુદ્ધમાં જીતી શકે તેમ નથી, માટે તેણે દેશમાં બોમ્બ વિસ્ફોટ અને આતંકવાદી હુમલા કર્યા. ભારત માતાનું લોહી વહેતુ રહ્યું, પણ જ્યારે સેના એક્શન માટે તૈયાર હતી ત્યારે તેને મંજુરી અપાતી જ નહોતી. આજે આતંકવાદીઓને તેમના ઘરમાં જઈને જવાબ અપાઈ રહ્યો છે. આપણે જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદ તથા આતંકવાદને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ જેને ઉખાડી ફેકવા માટે પુરેપુરા સક્ષમ છીએ, .