2019ના વર્ષના અંતે યોજાયેલા સૂર્યગ્રહણને કરોડો લોકોએ અલગ અલગ રીતે નિહાળ્યું હતુ જે આ સદીનું છેલ્લુ સૂર્યગ્રહણ હતું. આ પહેલા જ લોકોમાં ચર્ચા પણ શરુ ગઈ હતી તેના લાભાલાભ અને તેની સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓને લઈને. માત્ર લોકો જ નહી ખુદ પીએમ નરેન્દ્ર મોદી પણ આ સૂર્યગ્રહણને જોવા માટે ભારે આતુર હતા જેમાં રિંગ ઓફ ફાયર’ દેખાવાની હતી. તેમણે આ દિવસે પોતાના અલગ અને આગવા અંદાજમાં હાથમાં કલર ચશ્મા સાથે ફોટા પણ શેર કર્યાં હતા. તેમના કલરફુલ અંદાજના ફોટાએ સોશ્યલ મીડીયામાં ધુમ મચાવી હતી તેમણે ટવીટર પર જાતે લખ્યું હતુ કે ‘અન્ય ભારતીયોની જેમ હું પણ સૂર્યગ્રહણને લઇને ઉત્સુક હતો. જો કે વાદળોને કારણે હું સૂર્યને જોઇ શક્યો નહોતો. પરંતુ લાઇવ સ્ટ્રીમિંગથી મે કોઝિકોડેમાં સૂર્ય ગ્રહણ જોયું. સાથે જ સૂર્યગ્રહણને લઇને મેં નિષ્ણાંતો સાથે ચર્ચા પણ કરી’ તો બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીની સાથે તેમણે પહેરેલા ચશ્મા પણ કઈ કંપની, કઈ બ્રાન્ડ અને કેટલી કિમંતના છે તેની સોશિયલ મીડીયા પર દિવસ ભર ચર્ચાઓ ચાલતી હતી