કોગ્રેસ મહાસચિવ પ્રિયકાં ગાંધી બે દિવસીય મુલાકાતે લખનૌ પહોચી ગયા છે . નાગરિકતા સંશોધન કાનૂન બાદ હિંસા ભડકાવવાના આરોપમાં ધરપકડ કરાયેલા પૂર્વ IPS એસ.આર. દારાપુરીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી જો કે આ મુલાકાતને અટકાવવા પોલીસે પ્રયાસ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા પ્રિયંકાએ પોલીસ પર ગળું દબાવવા અને ધક્કો મારવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેને લઈને રાજનીતી ફરી ગરમાઈ ગઈ છે. પ્રિયંકા ગાંધીએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, રસ્તામાં પોલીસની ગાડીએ અમને રોકી લીધા અને અમને અટકાવવાનો પ્રયાસ કર્યો આ ઘટના બાદ ગાડી છોડીને પાર્ટીના કાર્યકર્તા સાથે સ્કૂટી પર બેસીને જવાનો પ્રયાસ કર્યો તો ત્યાં પણ પોલીસે અટકાવી દીધા હતા. .