જયપુર સહિત 8 જિલ્લામાં સાંજે 7 વાગ્યાથી બજાર બંધ

રાજસ્થાનના જયપુર સહિત જીલ્લામાં કોરોના વકરી રહ્યો છે. સૌથી વધુ પ્રભાવિત 8 જિલ્લામાં હવે રવિવારે સાંજે 7 વાગ્યાથી બજાર બંધ રહેશે. જયપુર, જોધપુર, બીકાનેર, ઉદેયપુર,એજમેર, કોટા, અલવર અને ભીલવાડામાં રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ પણ રહેશે. કોરોનાના કહેર વધુ વકરતા પ્રશાસન જાગ્યુ છે અને હવે માસ્ક ન પહેરવા માટે હવે 500 રૂપિયાનો દંડ ફટકારાશે. આ પહેલા 200 રૂપિયા હતો. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવીને એક સાથે મહત્વના નિર્ણયો લેવાયા છે.

બસ, ટ્રેન, પ્લેનમાં મુસાફરી સહિત ઈમરજન્સી સર્વિસ ચાલુ રહેશે.

શોપિંગ મોલ, બજાર વગેરે સાંજે સાતથી બંધ કરાવી દેવાશે.

શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય પણ ટાળી દેવાયો છે.

લગ્નમાં 100થી વધુ લોકો સામેલ નહીં થઈ શકે.

નાઈટ કર્ફ્યૂ વાળા જિલ્લામાં 100થી વધુ કર્મચારીઓ વાળી ઓફિસનો 25% સ્ટાફ વર્ક ફ્રોમ હોમમાં કામ કરશે. બાકીનો સ્ટાફ રોટેશન પર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *