રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગ અંગે હવે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાના અધ્યક્ષે તપાસ પંચ નિમાયું છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા એ તપાસ અંગે ફરી ફેરફાર કર્યો છે. પહેલા ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ કે.એ.પુંજને તપાસ સોંપવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ કે.એ. પુંજને અન્ય ન્યાયિક તપાસની વ્યસ્તતા અને સમયના અભાવે આ નિર્ણય લેવાયો છે. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજકોટની ઉદય શિવાનંદ આશ્રમ સંચાલિત હોસ્પિટલ ખાતે લાગેલી આગના બનાવ અંગે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આ ઘટનાની ન્યાયિક તપાસ માટે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાના અધ્યક્ષે તપાસ પંચ નિમવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ તપાસપંચ ઘટનાની તલસ્પર્શી તપાસ કરશે.