સતત વધી રહેલા કોરોનાના કેસો, ફુગાવાની અસામાન્ય સ્થિતિને ધ્યાનમાં લઇને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બુધવારે રેપોરેટ 4 ટકાના સ્તરે જાળવી રાખવાની જાહેરાત કરી છે. તેના કારણે તમામ લોન ઉપરના વ્યાજદર નહિં વધે કે, ડિપોઝીટ ઉપરના વ્યાજદર પણ નહિં ઘટે. સાથે સાથે એ પણ સ્પષ્ટ થઇ ગયું છે. સરકારે તાજેતરમાં નાની બચત યોજનાઓ ઉપરના વ્યાજદરમાં ઘટાડો કર્યા પછી નિર્ણય પાછો ખેંચી લીધો હતો. તેના કારણે એવી દહેશત સેવાતી હતી કે આરબીઆઇ વ્યાજના દરોમાં ઘટાડો કરી શકે છે. પરંતુ રેપોરેટ, રિવર્સ રેપોરેટ યથાવત જાળવી રખાયા છે.