આરસીબીની દિલ્હી સામે એક રને રોમાંચક જીત

આઈપીએલ-21 માં ફરી વાર એક મેચ રોમાચંક તબક્કામાં ફેરવાઈ ગઈ હતી જેમાં આરસીબીએ માત્ર એક રને દિલ્હી સામેની મેચ જીતી લીધી છે. અમદાવાદના મોટેરામાં મેચની શરુઆતમાં વાવાઝોડાનુ વિધ્ન ઉભુ થયુ હતુ જો કે મેચ સમયસર શરુ થઈ હતી. એબી ડી વિલિયર્સના અણનમ 75 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-2021માં દિલ્હી કેપિટલ્સ સામે 1 રને રોમાંચક વિજય મેળવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 4 વિકેટે 170 રન બનાવી શક્યું હતું. દિલ્હી તરફથી હેટમાયરના 25 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે અણનમ 53 રન, -પંતના 48 બોલમાં 6 ફોર સાથે અણનમ 58 રન, -સ્ટોયનિસ 22 રને કેચઆઉટ, -પૃથ્વી શો ના 18 બોલમાં 21 રન કર્યા હતા જયારે સ્મિથ 4 રને સિરાજનો શિકાર બન્યો હતો. આરસીબીના 20 ઓવરમાં 5 વિકેટે 171 રન કર્યા હતા જેમાં ડી વિલિયર્સના 42 બોલમાં 3 ફોર, 5 સિક્સર સાથે અણનમ 75 રન અને રજત પાટીદારના 22 બોલમાં 31 રન, મેક્સવેલના 20 બોલમાં 25 રન કર્યા હતા. પડિક્કલ 17 રને બનાવી ઇશાંતની ઓવરમાં અને વિરાટ કોહલી 12 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં બોલ્ડ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *