રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ની રિટેલ સબ્સિડિયરી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ એ હોમ ડેકોર સોલ્યુશન કંપની અર્બન લેન્ડરનો 96 ટકા હિસ્સો ખરીદ્યો લીધો છે. આ સોદો 182.12 કરોડ રૂપિયાના કેશ ટ્રાન્ઝેક્શનમાં થયો છે. RRVLની પાસે અર્બન લેડરનો હિસ્સો ખરીદવાનો પણ વિકલ્પ છે. તેનાથી કંપનીને અર્બન લેડરનું 100 ટકા શેર હોલ્ડિંગ મળી જશે. RIL તરફથી BSE ફાઈલિંગમાં કહેવામાં આવ્યું છે કે હાલ RRVL અર્બન લેડરમાં 75 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. બાકીનું રોકાણ ડિસેમ્બર 2023 સુધીમાં પુરુ કરવામાં આવશે. ભારતમાં અર્બન લેડરની શરૂઆત 17 ડિસેમ્બર 2012ના રોજ થઈ હતી. અર્બન લેન્ડર હોમ ફર્નીચર અને ડેકોર ઉત્પાદોનું વેચાણ સાથે સંકળાયેલો કારોબાર કરનારુ ડિજિટલ પ્લેટફોર્મ છે. સાથે જ અર્બન લેડરના દેશના ઘણા શહેરોમાં રિટેલ સ્ટોર પણ છે.