હાલમાં જ સોનૂ સૂદ અને તેની ટીમ તરફથી એક વીડિયો શેરમા સોનૂ સૂદે લખ્યું છે કે, સ્ટે સ્ટ્રોંગ ઇન્ડિયા.. મારા તરફથી ઓક્સિજન આપનાં માટે… આ સાથે જ તેણે હાર્ટની ઇમોજી પણ મુકી છે.
દેશમાં લોકડાઉનમાં અનેક સેલેબ્સે મદદ કરી છે પણ આ બધામાં સૌથી અગ્રેસર છે. સોનુસુદ..મદદનુ બીજુ નામ સોનુ સુદ કહો તો પણ ખોટુ નથી. સોનૂ સૂદે કોરોના કાળમાં જરુરિયાત મંદોની તન મન ધનથી બધાની ખુબજ મદદ કરી છે. હવે સોનૂ ઓકિસજનની મદદ પણ કરી રહ્યા છે. આ પહેલાં તેણે એક દર્દીને એરલિફ્ટ કરાવીને ઝાંસીથી હૈદરાબાદ મોકલ્યા હતાં. અને તેમનાં માટે હોસ્પિટલ અને વેન્ટિલેટરની વ્યવસ્થા કરી હતી. બધાને યાદ જ છે કે કોરોનાના પ્રથમ રાઉન્ડમાં પર પ્રાંતીય, પગપાળા જતાં મજૂરોને બસમાં બેસાડીને ઘરે મોકલ્યાં હતા. હવે બીજા રાઉન્ડમાં હોસ્પિટલની મદદ કરી રહયા છે. દર્દીઓ માટે હોસ્પિટલથી માંડીને ઓક્સીજન સુધીની પોતાનાથી બનતી તમામ વ્યવસ્થા કરી રહ્યો છે. હાલમાં જ સોનૂ સૂદ અને તેની ટીમ તરફથી એક વીડિયો શેરમા સોનૂ સૂદે લખ્યું છે કે, સ્ટે સ્ટ્રોંગ ઇન્ડિયા.. મારા તરફથી ઓક્સિજન આપનાં માટે… આ સાથે જ તેણે હાર્ટની ઇમોજી પણ મુકી છે.