બોલીવુડ હીરો સોનુ સૂદ ચાહકોને મદદ કરવામાં અગ્રેસર છે. કોરોનાકાળમાં સોનુ સૂદ પોતાના કામથી ચાહકોની નજરમાં મસીહા બની ગયો છે. સોનુ સૂદ પોતાના કામથી લોકોના દિલ જીતી રહ્યો છે. ક્યારેક તે ઘર બનાવી આપે છે તો ક્યારેક અભ્યાસનો ખર્ચ આપે છે તો વળી ક્યારેક તે સારવાર કરાવી આપે છે. સોનુએ હાલમાં જ પોતાના એક ચાહકની મદદ કરી હતી. આ ચાહક છેલ્લાં 12 વર્ષથી બીમાર હતો. પૈસાની અછતને કારણે તેની સર્જરી થઈ શકી નહોતી. તે જીવનથી હારી ગયો હતો. જોકે, આ મુશ્કેલ સમયમાં સોનુ ચાહકની મદદે આવ્યો અને 12 વર્ષની મુશ્કેલીને માત્ર 11 કલાકની સર્જરીથી દૂર કરી દીધી. ડૉક્ટરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ ચાહકની તબિયત અંગે વાત કરી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું, ‘અમનજીત ઠીક થઈ રહ્યો છે. 11 કલાકની લાંબી ન્યૂરો સર્જરી હતી.