નમર્દા જીલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા સીઆઈએસએફના શિરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે CISFના ડિપ્લોયમેન્ટને મંજૂરી આપી દેવાઈ છે જેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હવે સુરક્ષાની જવાબદારી CISFને સોપાઈ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે CISFના 270 જવાનો ખડેપગે રહેશે. જેને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે આગામી માસથી ખુલે તેવી શકયતા છે. કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સંવેદનશિલતાને ધ્યાને રાખીને ગૃહમંત્રી અને ગૃહ મંત્રાલયે CISFના ડિપ્લોયમેન્ટ મંજૂર કર્યું છે. તેના માટે કોલોની, મેડિકલ ફેસિલિટી, ઓફિસ અને વાહનો સહિતની સુવિધાઓ તૈયાર કરી દેવામાં આવી છે.આ પહેલા કેવડિયા ડેમ અને સરદારની પ્રતિમાની સુરક્ષાની જવાબદારી SRP જવાનો અને નર્મદા પોલીસ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંભાળતી હતી. હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલવાની શક્યતા વધતા સુરક્ષા વધારાઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર 31 ઓક્ટોબરના PM નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આવે તેવી શકયતા છે.