હાલ દેશમાં જે પ્રકારે કોરોના કેસ ઝડપી વધી રહયા છે. તેને કારણે ઓકિસજન, વેન્ટીલેટર, રેમેડીવીસીરની અછત ઉભી થઈ રહી છે આ અંગે સુપ્રિમ કોર્ટમાં સુઓમોટો તરીકે સુનાવણી ચાલી રહી છે. હાલની સ્થિતિને લઈને સુપ્રિમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ પુછયા છે કે આગામી સમયમાં જે ત્રીજી લહેરની વાત છે તો તમારી શું તૈયારી છે. ત્રીજી લહેરમાં મેડીકલ સ્ટાફ થાકી ગયો હશે તો શુ કરશો.. તૈયારી હશે તો ત્રીજી લહેરને સંભાળી શકશો. બાળકો સંક્રમિત થશે મા બાપ શુ કરશે. એક લાખ ડોકટર પરીક્ષાની રાહ જોઈ રહયા છે તેમના માટે શુ તૈયારી છે. બાળકો પર પણ ત્રીજી લહેરની અસર થઈ શકે છે.એક લાખ ડોકટર અઢી લાખ નર્સ હાલમા ઘરે બેઠા છે. રસીકરણના અભિયાનમાં બાળકો અંગે પણ વિચારવુ જોઈએ. ઘરે બેઠા ડોકટર નર્સ પણ ત્રીજી લહેરમાં સેવા આપી શકે તેમ છે.