સુરતના પુણા વિસ્તારમાં રાજસ્થાન અને સુરત પોલીસે ઓપરેશન બાળ મજુર હાથ ધર્યુ હતુ. પુણા વિસ્તારમાં આવેલી ફેકટરી- કારખાનામાં દરોડા પાડીને 130 બાળ મજુરોને મુક્ત કરાવ્યાં હતા. સાથોસાથ આ બાળકોને બાળ મજુરી માટે લાવનારા દલાલોની પણ અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે. છેલ્લા કેટલાય સમયથી બંગાળ, રાજસ્થાન, બિહારમાંથી મોટી સંખ્યામાં નાના બાળકોને લાવીને કારખાનામાં કામ કરાવાતુ હતુ. બાળ મજુરી પર પ્રતિબંધ હોવા છતાંય પૂણા વિસ્તારમાં મોટી સંખ્યામાં બાળ મજુરી કરાવાતી હોવાનુ ખુલ્યું છે .આ કામમાં બચપન બચાવો, સુરત પોલીસ અને રાજસ્થાન પોલીસની અલગ અલગ ટીમો કામ લાગી હતી અને પુણાના સીતાનગરમાં સર્ચ કરીને માનવ તસ્કરીનુ મોટુ રેકેટનો પર્દાફાશ કર્યો છે. હાલમાં જેટલા બાળકો મળી આવ્યાં છે તે મોટાભાગના રાજસ્થાનનના હોવાથી તેમન વતન પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે બીજી તરફ બાળમજુરોને કારખાનમાં કામ કરાવનારા કારખાના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે