સુશાંત રાજપુત ભલે દુનિયામાં નથી પણ તેના સપનાને પુરા કરવા એક ફિલ્મ આવી રહી છે. ચંદા મામા. ડિરેક્ટર સંજય પૂરણ સિંહ ચૌહાણ ફિલ્મ ‘ચંદા મામા દૂર કે’ બનાવીને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ટ્રિબ્યૂટ આપવા ઈચ્છે છે. હાલમાં જ સંજયે એક ઈન્ટરવ્યૂમાં આ વાતની જાહેરાત કરી હતી. આ ફિલ્મ સુશાંતનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સુશાંતના સૌથી નિકટ સંજય ભારતની પહેલી સ્પેસ ફિલ્મ બનાવવા માગતો હતો. ફિલ્મના કેરેક્ટરની તૈયારી માટે સુશાંત 2018માં નાસા પણ ગયો હતો. જોકે, બજેટને કારણે આ ફિલ્મ બની શકી નહોતી. પછી સુશાંતના મોત બાદ સંજયે આ ફિલ્મનું કામ બંધ કરી દીધું હતું. હવે સંજયે આ ફિલ્મ માટે સુશાંતના રિપ્લેસમેન્ટની શોધ કરવાનું શરૂ કર્યું છે. ઈન્ટરવ્યૂ દરમિયાન સંજયે કહ્યું હતું, ‘મારા માટે આ ફિલ્મના લીડ રોલ માટે સુશાંતને બદલે અન્ય કોઈ કલાકારને લેવો દુઃખદાયી છે. અત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ બાકી છે. આ સાથે જ લીડ એક્ટર ફાઈનલ કરવાનો છે.’