અમદાવાદખી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ જતા મુસાફરો માટે ખુશખબર છે દેશની બીજી ખાનગી તેજસ ટ્રેન 17મી જાન્યુઆરીથી મુંબઈ-અમદાવાદ વચ્ચે ચલાવાશે . તેનું સંચાલન ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન કરશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસની શરૂઆત 17 જાન્યુઆરી 2020થી થશે. જે ગુરુવાર સિવાય બાકીના છ દિવસ ચાલશે. મળતી માહીતી અનુસાર અમદાવાદથી તેજસ ટ્રેન 17 જાન્યુઆરીએ સવારે 9.30 વાગ્યે ચાલશે અને સાંજે 4 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. મુંબઈથી આ ટ્રેન સાંજે 5.15 વાગ્યે રવાના થશે અને રાત્રે 11.30 વાગ્યે અમદાવાદ પહોંચશે.
મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે 6 સ્ટોપ રહેશે
નવી તેજસ ટ્રેનને મુંબઈથી અમદાવાદ વચ્ચે 6 સ્ટોપ અપાયા છે અમદાવાદથી ઉપડીને આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી થઈને મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. ત્યાંથી રિર્ટનમમાં પણ આજ સ્ટેશનો પર સ્ટોપ રહેશે.
18 કોચ સાથે ચાલશે નવી તેજસ
નવી તેજસ એક્સપ્રેસમાં 18 કોચ હશે. શરૂઆતમાં 12 કોચ વાળી ટ્રેન હશે આ ટ્રેનમાં પ્રવાસીઓને વર્લ્ડક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે .સંપૂર્ણ રીતે એર કન્ડિશન્ડ આ ટ્રેનમાં પ્રવાસીઓ ચેર કાર અને એક્ઝીક્યૂટિવ ચેર કાર શ્રેણીમાં પ્રવાસ કરી શકશે. કોચની સીટોને આરામદાયક બનાવાઈ છે અંદર સ્લાઇડિંગ કોચ ડોર, ઓટોમેટિક એન્ટ્રી એન્ડ એક્ઝિટ ડોર, પર્સનલ રીડિંગ લાઇટ, મોબાઇલ ચાર્જિંગ પોંઇન્ટ, એટેન્ડન્ટ કોલ બટન અને બાયો ટોયલેટની સુવિધા છે આ ઉપરાંત સિકયુરીટી માટે સીસીટીવી કેમેરા છે.