અમેરિકામાં એક અજીબ ઘટના બનવા પામી છે. પોતાના પરિવારની હત્યા કરવાના પ્રયાસ અને ચાઈલ્ડ એબ્યૂઝના શંકાસ્પદ કેસમાં ભારતીય મૂળના એક 41 વર્ષીય ડોક્ટર ધર્મેશની ધરપકડ કરાઈ છે. હાલમાં જે રીતે બનાવ બન્યો છે તેને જોતાં ડોક્ટર પર આરોપ છે કે તેણે જાણીજોઈને પોતાની પત્ની અને બે બાળકને ટેસ્લા કાર સાથે ઊંડી ખીણમાં ધકેલી દીધા છે. કેલિફોર્નિયાના પાસાડેનાના રહેવાસી ડો.ધર્મેશ પટેલને હોસ્પિટલમાંથી રજા મળતાંની સાથે જ સેન મેટો કાઉન્ટી જેલમાં મોકલાશે નસીબની વાત કહો કે આકસ્મિક ધર્મેશ પટેલ, તેમની પત્ની અને બાળકો આ દુર્ઘટનામાં બચી ગયાં છે. તેમને રેસ્ક્યૂ કર્યા બાદ સોમવારે સેન મેટો કાઉન્ટી ખાતે ડેવિલ્સ સ્લાઈડ પહાડ પરથી બચાવી લેવામાં છે તેમને બચાવવા ફાયર ફાઈટર દ્વારા રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરાયુ હતું. દુર્ઘટનામાં ચાર વર્ષનો છોકરો અને નવ વર્ષની છોકરી બચી ગયા છે. હેલિકોપ્ટરની મદદથી કારમાં ફસાયેલા બંને વયસ્ક, એટલે કે ધર્મેશ અને તેની પત્નીને બહાર કઢાયા છે.