ચૂંટણી હાર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ પહેલી વખત મીડિયાની સામે આવ્યા. એક વખત ફરી દેશને વિશ્વાસ અપાવ્યો કે વેક્સિન ટૂંક સમયમાં જ અને કેટલાંક સપ્તાહમાં જ ઉપલબ્ધ થઈ જશે. અમેરિકામાં ફરી એક વખત સંક્રમિતોનો આંકડો એક લાખથી વધુ રહ્યો હતો. સતત આઠમા દિવસે જ્યારે અમેરિકામાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. જોકે આ દરમિયાન બુધવારે એક લાખ 42 હજાર કેસ સામે આવ્યા છે. ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત મીડિયા સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકામાં લોકડાઉન નહીં લગાડવામાં આવે. વેક્સિન માટે વધુ રાહ નહીં જોવી પડે. જરૂરિયાતમંદને એ થોડાં જ સપ્તાહમાં મળી જશે. આ વચ્ચે ઓરેગન અને ન્યૂ મેક્સિકોની રાજ્ય સરકારે પોતાને ત્યાં આંશિક લોકડાઉનની જાહેરાત કરી દીધી.