પશ્વિમ બંગાળના વીરભૂમમાં વિશ્વ ભારતી(શાંતિ નિકેતન)કેમ્પસમાં સોમવારે બાઉન્ડ્રી વોલ અંગે ભારે હોબાળો થતા અફડાતફડી મચી ગઈ હતી. પૌષ મેળાના મુ્દ્દે ભારે રોષ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યાં હતા અને જોત જોતામાં મોટો રાજકીય મુદ્દો બની ગયો હતો. 50 લોકોએ યુનિવર્સિટીના સેન્ટ્રલ હોલમાં ધરણા કર્યા હતા. જેમાં હાલના અને પૂર્વ વિદ્યાર્થી સામેલ હતા. આ લોકો પૌષ મેળા ગ્રાઉન્ડમાં લોકોના આવવાનો વિરોધ કરી રહ્યા હતા. શનિવારે વિશ્વ ભારતી યુનિવર્સિટીએ છેલ્લા 100 વર્ષથી યોજાઈ રહેલા પૌષ મેળાને આ વર્ષે ન યોજવાનો નિર્ણય કરાયો હતો. સ્થાનિક વેપારીઓના એક સમૂહે વિશ્વવિદ્યાલયના અધિકારીઓને મેળાના મેદાન સાથે બાઉન્ડ્રી વોલ બનાવવા માટે અટકાવ્યા હતા.ઉપદ્રવી પૌષ મેળા ગ્રાઉન્ડ પર બાઉન્ડ્રી વોલ નિર્માણનો વિરોધ કરી રહ્યા હતા.ઉપદ્રવીઓએ યુનિવર્સિટીની સંપત્તિઓને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મહત્વનું છે કે યુનિવર્સિટીએ પૌષ મેળાના ગ્રાઉન્ડ પર બ્રાઉન્ડ્રી બનાવવાનો નિર્ણય કર્યો હતો, જ્યાં દર વર્ષે શિયાળામાં મેળાનું આયોજન થાય છે જેને લઈને કામકાજ સવારથી જ શરૂ થયું હતું. શાંતિ નિકેતનમાં કેમ્પસની પાસે લગભગ 4000 લોકો ભેગા થયા હતા. લોકોએ ત્યાં ભારે તોડફોડ કરી અને JCB મશીનથી વિશ્વવિદ્યાલયનો એક ગેટ પણ તોડી દીધો હતો.