વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અલોમ ઘેબ્રેયસસનું કહેવું છે કે કોરોના વાઈરસ ક્યાંથી આવ્યો તે જાણવું જરૂરી છે. આ અંગે WHO નું વલણ તદ્દન સ્પષ્ટ છે. આમ કરી અમે ભવિષ્યમાં થનારી આ પ્રકારની સમસ્યાને અટકાવી શકવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે અમે તેનો સોર્સ જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ માટે ચીનના વુહાનથી અભ્યાસ શરૂ કરવામાં આવશે. અમે માહિતી મેળવશું કે અહીં શુ થયુ હતું. આ ઉપરાંત એ પણ જોવામાં આવશે કે નિષ્કર્ષ પર પહોંચવામાં અન્ય કયા માર્ગો છે.દુનિયામાં અત્યાર સુધી કોરોનાના 6 કરોડ 31 લાખ 64 હજાર 883 કેસ નોંધાઈ ચુક્યા છે. 14 લાખ 66 હજાર 27 લોકોના મોત થઈ ચુક્યા છે. સારી વાત તો એ છે કે અત્યાર સુધી 4 કરોડ 36 લાખ 41 હજાર 631 લોકો સાજા થઈ ચુક્યા છે.