ઝાયડ્સના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાને ઝાયડ્સ બાયોટેક પાર્કની વિઝિટ કરી હતી. તેમની ઊંડી સમજ અને દીર્ઘદૃષ્ટિને કારણે તેમણે અમને સારાં સૂચનો અને ગાઈડન્સ પણ આપ્યાં હતાં. આત્મનિર્ભર ભારતની આ સફરમાં ઝાયડ્સના 25 હજાર કર્મચારી, 1800થી વધારે સાયન્ટિસ્ટ સતત આ મહામારીની સામે નવી દવાઓ, નવી વૅક્સિન અને નવું ડાયગ્નોસ્ટિક આપવા માટે અવિરત પ્રયત્નો કરી રહ્યા છે. સૌને હું સ્વસ્થતાની શુભકામનાઓ આપું છું અને આશા રાખું છું કે આપ સૌ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશો અને માસ્ક પહેરીને ફરશો. ઉલ્લેખનીય છે કે ઝાયડ્સ કેડિલાની વેક્સિન ‘ઝાયકોવિડ’ની ક્લિનિકલ ટ્રાયલનો બીજો તબક્કો પૂરો થયો છે અને કંપની ડિસેમ્બરમાં ફેઝ-3 પર કામ શરૂ કરશે.