અમદાવાદમાં પૌત્રે દાદીનો હત્યાનો કર્યો પ્રયાસ

શહેરના બાપુનગર હાઉસીંગ બોર્ડમાં રહેતા પૌત્રને દાદીએ દારૂના પૈસા ન આપતા 87 વર્ષના દાદીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઝનુની બનેલા પૌત્રએ દાદીને ગેલેરીમાં લટકાવી દીધાં હતાં. આસપાસના લોકો આવી અને દાદીને બચાવી લીધાં હતાં. બાપુનગર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


આ અંગેની વિગત એવી છે કે બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કમલાબહેન શર્મા (ઉ.વ 87) તેમના પતિ અને પુત્ર અશોક સાથે તેમના જ મકાનના ઉપરના માળે રહે છે. અશોકભાઇને દિનેશ ઉર્ફે સોનુ અને યતીન ઉર્ફે સન્ની નામના બે પુત્રો છે. જેમાંથી યતીન ભક્તિનગર ખાતે રહે છે. જ્યારે દિનેશ પિતા સાથે રહે છે. દિનેશ ઉર્ફે સોનુ કોઇ કામધંધો કરતો નથી જેથી અવાર નવાર દારૂ પીવા માટે પૈસા માંગતો હતો. જે માટે તેના પરિવારજનો તેને પૈસા આપતા હતા. પાંચેક દિવસે પહેલા કમલાબહેનના પુત્રના સુરત ખાતેના ઘરે તેમના પતિ ગયા હતા. ત્યારે આ દિનેશ ઉર્ફે સોનુએ તેના દાદી કમલાબહેન પાસે આવી દારૂ પીવાના પૈસા માંગ્યા હતા. પૈસા ન હોવાથી તેમણે પૈસા આપવાની ના હતી.