જિયો પ્લેટફોર્મ્સમાં 1.85% હિસ્સા માટે 9094 કરોડનું રોકાણ કરશે

અબુધાબીની ઈન્વેસ્ટમેન્ટ કંપની મુબાદલા તેમના ડિજિટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સમાં 1.85 ટકા હિસ્સા માટે 9093.6 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ભારતીય ટેલિકોમ કંપની જિયો પ્લેટફોર્મ્સને 6 સપ્તાહથી પણ  ઓછા સમયમાં આ છઠ્ઠો રોકાણકાર મળ્યો છે. અત્યાર સુધીમાં તેને 18.97 ટકાના હિસ્સા માટે 87655.35 કરોડ રૂપિયાનું રોકાણ મળી ચૂક્યું છે. રોકાણની રીતે આરઆઈએલનું જિયો પ્લેટફોર્મ્સ અમેરિકાની કંપનીઓની પ્રથમ પસંદગી છે. હવે મુબાદલ જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણકરનારી પ્રથમ અમેરિકાની ન હોય તેવી કંપની છે. આ પહેલા રોકાણ કરનારી ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક અને કેકેઆર એન્ડ કંપની સહિતની કંપનીઓ અમેરિકાની છે. મુબાદલાએ આ રોકાણ જિયો પ્લેટફોર્મ્સની ઈક્વિટી વેલ્યુ 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈઝીઝની વેલ્યુ 5.16 લાખ કરોડ રૂપિયા પર કર્યું છે. આરઆઈએલએ કહ્યું છે કે આ રોકાણ દ્વારા મુબાદલાને જિયો પ્લેટફોર્મ્સમાં 1.85 ટકા હિસ્સો મળી જશે.

અત્યાર સુધીમાં 87,655 કરોડ રૂપિયા મળ્યા

કંપનીરોકાણ(કરોડ રૂપિયામાં)હિસ્સો
ફેસબુક435749.99%
સિલ્વર લેક56561.15%
વિસ્ટા ઈક્વિટી11,3672.32%
જનરલ એટલાન્ટિક65981.34%
કેકેઆર11,3672.32%
મુબાદલા9,0941.85%
કુલ8765518.97%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *