રાજ્યમાં ધોરણ 9થી 12ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સ્કૂલમાં જઈ રહ્યાં છે. ત્યારે બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 30 માર્ચથી લેવાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 21 મે 2021માં યોજાનાર પરીક્ષામાં નોંધાયેલ વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 30 માર્ચ 2021ના રોજ લેવાશે. જેમાં રસાયણ વિજ્ઞાન, ભોતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા જિલ્લાના નિયત થયેલ પરીક્ષા કેન્દ્રો ખાતે બોર્ડ દ્વારા લેવાશે. આ જાહેરાતને પગલે બોર્ડ દ્વારા હવે ધો.10 અને 12ની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી જાન્યુઆરી માસમાં શરૂ કરવાનું આયોજન કરાયું છે. બોર્ડની પરીક્ષાના 4 માસ પહેલાં ઓનલાઈન ફોર્મ ભરાઈ શકે અને ત્યાર બાદ બોર્ડ દ્વારા અન્ય કામગીરી પણ યોગ્ય રીતે કરી શકે. જાન્યુઆરીમાં કામગીરી શરૂ કરાય અને ફેબ્રુઆરી અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થયા બાદ પણ બોર્ડને બે માસ જેટલો સમય તૈયારી માટેનો મળી રહેશે, જેથી મે માસમાં બોર્ડ યોગ્ય રીતે પરીક્ષા લઈ શકશે.