ધોરણ 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ, સૌથી વધુ રાજકોટનું

file image

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રવિવારે સવારે 8 વાગે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.આજે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે. જેમા છોકરાઓનું પરિણામ 71.69 અને છોકરીઓનું 70.85% રિઝલ્ટ આવ્યું છે. આ વર્ષે 84.69 ટકા પરિણામ સાથે રાજકોટ પ્રથમ નંબર પર છે. ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અરેબિકનું પરિણામ 100 ટકા આવ્યું છે. સૌથી ઓછું જ્યારે ફિઝિક્સનું 72.48 ટકા, કેમેસ્ટ્રીનું 72.36 ટકા અને બાયોલોજીનું 85.99% પરિણામ આવ્યું છે. અંગ્રેજીનું પરિણામ 98 ટકા આવ્યું છે. પરિણામ પર નજર કરીએ તો સરેરાશ 60.96 ટકા રહ્યું છે. જેમાં આ વર્ષે પ્રથમવાર પરીક્ષા આપનારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 71.34 ટકા આવ્યું છે. સૌથી મોટી વાત કરીએ તો આ વર્ષે એ-1 ગ્રેડમાં ખૂબજ મોટો ઘટાડો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં આ વર્ષે માત્ર 44 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં આવ્યા છે. જે ગત વર્ષે 254 જેટલા હતા. 2020માં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો રાજકોટ રહ્યો છે અને સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર છે જ્યારે કેન્દ્ર પરિણામમાં સૌથી વધુ પરિણામ જામનગરના ધ્રોલ કેન્દ્રનું રહ્યું છે અને સૌથી ઓછું પરિણામ બોડેલી કેન્દ્રનું રહ્યું છે. કોરોનાની મહામારી અને લોકડાઉન વચ્ચે હાલ દેશના તમામ લોકો ચિંતામા અને ભયમાં જીવી રહ્યા છે ત્યારે ધોરણ 12 સાયન્સના ગુજરાતના 1.40 લાખ થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ એક થોડા રાહતના અને સુખદ સમાચાર કહી શકાય કે કોરોનાની મહામારી વચ્ચે પણ ગુજરાત બોર્ડ દ્વારા લગભગ સમયસર પરિણામ જાહેર કરી દેવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *