આગામી સમયની આઈપીએલ ઓસ્ટ્રેલિયા ખેલાડીઓ માટે સૌથી મોટી ધન વર્ષા સાબિત થઈ છે આંખો બંધ કરીને આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર જ મોટો દાવ લગાવ્યો છે જેમાં સૌથી વધુ ઓસી ખેલાડીઓ પર ટીમનો મુખ્ય આધાર બનાવાયો છે તેમાં પેટ કમિન્સે આઈપીએલના તમામ રેકોર્ડ અત્યારથી તોડી નાંખ્યા છે. 26 વરસના પેટ કમિન્સના ઈન્ટરનેશનલ કેરિયર પર નજર કરીએ તો 58 મેચમાં 96 વિકેટ લીધી છે.અને ટી-20માં 25 મેચમાં 32 વિકેટ જયારે 28 ટેસ્ટમાં 134 વિકેટ ઝડપી છે.
2020ની સીઝન માટે પેટ કમિન્સને કોલકાતાએ 15.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ ઓસ્ટ્રેલિયન બોલર તમામ 14 લીગ મેચ રમે અને તેમાં પોતાના ક્વોટાની ચાર ઓવર ફેંકો તો તે કુલ 336 બોલ નાંખશે.આ સંજોગોમાં કમિન્સનો દરેક બોલ કોલકાતાના 4.6 લાખમાં પડનારો છે આઈપીએલની સિઝનનો બીજો સૌથી મોઘો ખેલાડી કમિન્સ છે.આ પહેલા યુવરાજસિંહને 2015મા દિલ્હીની ટીમે 16 કરોડમાં ખરીદ્યો હતો. .ગત સિઝનમાં મોટા ભાગના મોઘા ખેલાડીઓ ફેઈલ ગયા હતા હવે વધુ મદાર ઓસી. ખેલાડીઓ પર મુકાયો છે બીજી નવાઈની વાત વરુણ ચક્રવર્તી માટે છે તેેણે એક પણ મેચ રમી નથી માત્ર આઈપીએલની ગત સિઝનમાં પંજાબે 8 કરોડ ચુકવ્યાં હતા. ઈગ્લેડના કેપ્ટન મોર્ગનનો એક રન 8 લાખમાં પડયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના મોહિત શર્માને પાંચ કરોડમાં લેવાયો હતો અને ગઈ સિઝનમાં તેને એક જ વિકેટ મળી હતી. જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 8.4 કરોડ રૂપિયા આપી લીધો હતો. તેને 10 વિકેટ મળી હતી. આમ તેની દરેક વિકેટ 84 લાખમાં પડી હતી.
હવે સૌની નજર સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસ પર છે આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે પણ જો તમામ મેચ રમશે તો પણ તેનો એક બોલ બેંગ્લોરને 2.9 લાખ રૂપિયામાં પડશે. વેસ્ટ ઈન્ડિઝના શેરન કોર્ટેલને પણ પંજાબે 8.5 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો છે. તેનો એક બોલ પંજાબને 2.5 લાખ રૂપિયામાં પડવાનો છે.
એક પણ મેચ રમી નથી પણ કિમત કરોડોની
ભારત તરફથી એક પણ મેચ ઈન્ટરનેશનલ રમી નહી હોવા છતાંય આઈપીએલમાં 5 નવોદિતોને કરોડોમાં ખરીદવામાં આવ્યાં છે જેમાં ઓલરાઉન્ડર વરુણ ચક્રવતી 4 કરોડમાં કેકેઆરે, યશસ્વી જયસ્વાલને 2.40 કરોડમાં રાજસ્થાન રોયલ્સે, રવિ બિશ્નોઈને 2 કરોડમાં પંજાબે , વિરાટસિંહને 1.9 કરોડમાં હૈદરાબાદે અને પ્રિયમ ગર્ગને 1.9 કરોડમાં ખરીદવામાં આવ્યાં છે