અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બિડેન નજીકના સમયમાં એચ-1બી સહિત હાઈ-સ્કીલ્ડ વિઝાની સંખ્યા વધારવા જઈ રહ્યા છે સાથેસાથે વિવિધ દેશોની રોજગાર આધારિત વિઝા પરની મર્યાદા દૂર કરશે. બિડેનના આ બંને પગલાંથી હજારો ભારતીય પ્રોફેશનલ્સને લાભ મળવાની સંભાવના છે. ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિના કારણે ભારતીય વસાહતી પ્રોફેશનલ્સને ફટકો પડયો હતો. બિજડેન એચ-1બી વિઝાધારકોના જીવનસાથીના કામ કરવા પર ટ્રમ્પ તંત્રે મૂકેલો પ્રતિબંધ પણ દૂર કરી શકે છે.
અમેરિકન પુર્વ પ્રમુખ ટ્રમ્પના પ્રશાસને એચ-1બી વિઝાધારકોના જીવનસાથીના કામ કરવા પર પ્રતિબંધ મૂકતાં ભારતીય વસાહતીઓને મોટો ફટકો પડયો હતો.બિડેન અભિયાન દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજમાં જણાવાયું છે કે, ‘હાઈ-સ્કીલ્ડના કામચલાઉ વીઝાનો ઉપયોગ પહેલાથી અમેરિકામાં વિવિધ પદો પર કામ કરનારા પ્રોફેશનલ્સને હતોત્સાહિત કરવા માટે ન થવો જોઈએ. ‘બિડેન કોંગ્રેસ સાથે મળીને કામચલાઉ વિઝામાં સૌપ્રથમ સુધારો ભથૃથા આધારિત ફાલળણી પ્રક્રિયા સૃથાપવા કરશે અને નિશ્ચિત ભથૃથા કરતાં ઓછી કિંમતે કોઈને નોકરી પર રાખવામાં ન આવે તેની ખાતરી રાખવા એક વ્યવસૃથાતંત્ર ગોઠવશે. ત્યા
બિડેન હાઈ-સ્કિલ્ડ વિઝાની સંખ્યા વધારશે અને દેશ દ્વારા રોજગાર આધારિત વિઝા પરની મર્યાદા દૂર કરશે. દરમિયાન બિડેન તંત્ર પરિવાર આધારિત ઈમિગ્રેશન સિસ્ટમનું સમર્થન કરશે અને અમેરિકાની ઈમિગ્રેશન વ્યવસૃથાના મૂળ સિદ્ધાંતના રૂપમાં પરિવારના એકીકરણને સંરક્ષિત કરશે, જે રૂપરેખા તૈયાર કરાશે તેમા ંપરિવાર વિઝા બેકલોગ ઘટાડવાનો પણ સમાવેશ થાય છે.જો બિડેન એક કરોડથી વધુ વસાહતીઓને અમેરિકન નાગરિક્તા આપશે, જેમાં પાંચ લાખ ભારતીયોનો પણ સમાવેશ થાય છે.
બિડેને ચૂંટણી ઢંઢેરામાં પહેલા જ કહી દીધુ હતુ કે જીત મેળવવાની સાથે જ સંસદની સાથે કામ શરૂ કરી દેશે, જેથી ઈમિગ્રેશન સુધારા કાયદો પસાર કરી શકાય. તેના હેઠળ 1.1 કરોડ એવા વસાહતીઓને નાગરિક્તાની રૂપરેખા તૈયાર કરાશે જેમની પાસે દસ્તાવેજ નથી. બિડેનનું નવું તંત્ર અમેરિકામાં પ્રત્યેક વર્ષે આવનારા શરણાર્થીઓની નિશ્ચિત લઘુત્તમ સંખ્યા 95,000 અંગે પણ સંસદ સાથે કામ કરશે. એમ પણ કહેવાય છે કે બિડેન આ સંખ્યા 1.25 લાખ કરવાની યોજના પર પણ કામ કરશે. તેનાથી અમેરિકામાં આવતા શરણાર્થીઓને નાગરિક્તા મળવાનો માર્ગ મોકળો થશે. રોજગાર આધારિત વિઝાને ગ્રીન કાર્ડના નામથી પણ ઓળખાય છે. તેની મદદથી અમેરિકામાં વસાહતીઓને કાયદેસર સૃથાયી નાગરિક્તા અપાય છે.