સંજય લીલા ભણસાલીએ ‘ઇન્શાઅલ્લાહ’ બંધ થયા બાદ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. હવે ન્યૂઝ એવા છે કે ફિલ્મમાં હ્રિતિક રોશન મુંબઈના ડોન હાજી મસ્તાનના રોલમાં જોવા મળશે. ગંગુબાઈ કાઠિયાવાડ 11 સપ્ટેમ્બર 2020ના રોજ રિલીઝ થશે.
સંજયે હ્રિતિકને અપ્રોચ કર્યો હતો
ફિલ્મફેરની ખબર અનુસાર સંજયે હ્રિતિકને આ રોલ માટે અપ્રોચ કર્યો છે. આ ફિલ્મ મુંબઈની ગલીઓમાંથી નીકળીને સૌથી ખુંખાર મહિલાની જર્ની વિશે જણાવશે અને ક્યારે મુંબઈના રેડ લાઈટ એરિયા, કમાઠીપુરાની સૌથી ઉગ્ર અને ક્રૂર સેક્સ વર્કર બની ગઈ. અગાઉ આ ફિલ્મનું નામ હીરા મંડી હતું અને પ્રિયંકા ચોપરા સાથે તેને બનાવવામાં આવી રહી હતી પરંતુ વાત આગળ વધી શકી નહીં.
‘ગુઝારિશ’ ફિલ્મ બાદ ફરી કામ કરશે
ખબર મુજબ જો હ્રિતિક આ ફિલ્મનો હિસ્સો બને તો ભણસાલી સાથે તેને 9 વર્ષ બાદ ફરી કામ કરવાનો ચાન્સ મળશે. અગાઉ તેમણે સાથે 2010માં આવેલ ‘ગુઝારિશ’ ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લે હ્રિતિક રોશન ટાઇગર શ્રોફ સાથે ‘વોર’ ફિલ્મમાં દેખાયો હતો.