બોલીવુડ એકટર રીષીકપુરના નિધન સાથે એક વીડીયો વાઈરલ થયો હતો જેમાં હોસ્પિટલના બિછાને રહેલા આ રીષીકપુર સાથેના યુવક સાથે વાત કરતાં હતા અને તેને પ્રોત્સાહિત કરતાં હતા આ યુવાન વોર્ડ બોય ધીરજકુમાર હતો જે દિલ્હીના મેક્સ હોસ્પિટલમાંથી ઉતારેલો હતો જો કે છેલ્લો વીડીયો નહીં પણ ફેબ્રુઆરીમાં જયારે રીષીકપુર દાખલ થયાં હતા ત્યારે આ વોર્ડ બોયે ઉતાર્યો હતો. ધીરજકુમાર નામનો યુવક સામાન્ય પરિવારમાંથી આવે છે અને કુમાર સાનુનો મોટો ફેન છે તેથી તેના તમામ ગીતો તે ગાવાનું પસંદ કરે છે રિષિકપુરને પણ તેની જ ફિલ્મ દિવાનાનું કુમાર સાનુંએ ગાયેલું ગીત તેરે દર્દ સે દિલ આબાદ રહા.. કુછ ભૂલ ગયે કુછ યાદ રહા.. ગાયું હતું અને આ ગીત સાંભળીને રિષીકપુર ખુબ જ ખુશ થયાં હતાં.