21 જૂન સમગ્ર વિશ્વમાં યોગા ડે તરીકે ઉજવાય છે પણ ભારતમાં વિશેષ મહત્વ છે રવિવારે છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. જેમાં બોર્ડર પર તો જવાનોએ ઉત્કૃષ્ટ યોગા કર્યા. સિક્કિમ અને લદ્દાખના ખારદુન્ગ લામાં 18 હજાર ફીટની ઊંચાઈ પર ભારતીય તિબેટ સીમા પોલીસ (ITBP)ના જવાનોએ યોગા કર્યા. બીજીતરફ, ભારતીય સેનાના જમ્મુ-કાશ્મીરના લાઈટ ઇન્ફેન્ટ્રી બટાલિયને પણ શ્રીનગરમાં યોગા કર્યા હતા અહીં તૈનાત ITBPના જવાનોએ 18 હજાર ફીટની ઊંચાઈ પર યોગા કર્યા હતા. સામાન્ય રીતે તાપમાન શૂન્ય ડિગ્રીથી પણ ઓછું છે પણ જવાનોનાહોંસલા હમેશા આસમાન ચુમતા હોય છે.અરુણાચલના લોહિતપુર સ્થિત એનિમલ ટ્રેનિંગ સ્કૂલ (ATS)માં પણ યોગા દિવસ ઉજવાયો હતો જેમાં ઇંસ્ટ્રક્ટર્સે ડોગ અને હોર્સ સાથે આસન કર્યા હતા.