હવે કોરોનાનો ટેસ્ટ કરાવનારી વ્યક્તિની આંગળી પર કાળી શાહી

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. દિવાળીના તહેવારને લઇને બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલાં સઘન ટેસ્ટિંગની પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી હતી. હવે લોકો વારંવાર કોરોનાનો ટેસ્ટ કરાવી રહ્યા છે ત્યારે AMC દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટેની રણનીતિ બદલી છે. લોકો વારંવાર ટેસ્ટિંગ ન કરાવે એ માટે એકવાર ટેસ્ટ કરનારી વ્યક્તિની આંગળી પર કાળી શાહી લગાવશે તેમજ શરદી-ખાંસીની ફરિયાદ સાથે લોકો ટેસ્ટ કરાવવા પહોંચતાં ટેસ્ટિંગ કરતાં સેન્ટરો પર લાંબી લાઈનો લાગી રહી છે, જેને અટકાવવા માટે હવે 100 ડિગ્રી તાવ ધરાવતા દર્દીઓનો જ કોરોના ટેસ્ટ કરશે. . જે લોકો કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટમાં જેવા કે પોઝિટિવ દર્દીના ઘરમાં રહેલા લોકો અને તેની સાથેના લોકોના ટેસ્ટ કરવામાં આવશે. જેને લક્ષણ નહીં હોય તેને હવે ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *