ગુજરાત હાઇકોર્ટમાં દરેક જજમેન્ટ હવે ગુજરાતીમાં પણ વાંચવા મળશે. દરરોજ કોઇપણ એક ચુકાદા કે આદેશનો ગુજરાતી અનુવાદ કરી તેને અપલોડ કરવાનો નિર્ણય ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને અન્ય ન્યાયમૂતઓ દ્વારા લેવાયો છે. ગુજરાતીમાં જજમેન્ટનુ સુચન અગાઉ પણ કરાયુ હતુ હવે તેનો અમલ સત્તાવાર થવા જઈ રહ્યો છે. મહત્વના આદેશ કે ચુકાદાને ગુજરાતી અનુવાદ માટે પસંદ કરાશે. હાઇકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે ગુજરાતીમાં અપલોડ થતો ચુકાદો માત્ર સામાન્ય અને જાહેર માહિતી માટે જ હશે અને કોઇ સત્તાવાર ઉપયોગ કે હેતુ માટે અંગ્રેજીમાં જારી થયેલા ચુકાદાને માન્ય ગણાશે . સામાજિક અસર ધરાવતા આદેશને રોજ પસંદ કરવામાં આવશે અને ટ્રાન્સલેશન સોફ્ટવેર ટૂલની મદદથી અનુવાદ કરી જરૂર લાગે ત્યાં તેમાં સુધારા-વધારા કરાશે . ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે ગુજરાતીમાં અપલોડ થતો ચુકાદો માત્ર સામાન્ય અને જાહેર માહિતી માટે જ હશે અને કોઇ સત્તાવાર ઉપયોગ કે હેતુ માટે અંગ્રેજીમાં જારી થયેલા ચુકાદાને જ ધ્યાને લેવાશે અત્યાર સુધી ગુજરાત હાઈકોર્ટના દરેક જજમેન્ટ અંગ્રેજીમાં અપાતા હતા અને અંગ્રેજી ભાષામાં અપલોડ થાય છે