અમદાવાદમાં અજાણ્યા શખ્સે રૂપિયા ફેક્યાં, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

કોરોનાના લોકડાઉનમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેના પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે અત્યાર સુધી આવી ઘટનાઓ દેશના અન્ય રાજયમાં બનતી હતી હવે અમદાવાદમાં બની છે શહેરના VS હોસ્પિટલની પાછળ અજાણ્યા શખ્સોએ મેડિકલ સ્ટોરની બહાર રૂપિયા નાખ્યા હોવાની ઘટના બની છે. કાળા કપડાંમાં એક વ્યક્તિ મેડિકલ સ્ટોરની બહાર રૂપિયા નાખતો હતો. ચારથી પાંચ વખત તે રૂપિયા નાખતો જોવા મળે છે. 100, 200 અને 500 રૂપિયાની નોટો નાખવામાં આવી છે. આ વ્યક્તિએ બ્લેક સિક્યોરિટીનો ડ્રેસ પહેર્યો હતો. જો કે, મેડિકલ સ્ટોરના માલિકને ઘટનાની જાણ થતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *