અમદાવાદમાં જિલ્લા-તાલુકા પંચાયતની પેટા-ચૂંટણી

3 બેઠકો માટે 29 ડિસેમ્બરે મતદાન અને 31 મીએ પરિણામ

અમદાવાદ જિલ્લા પંચાયતની બે અને વિરમગામ તાલુકા પંચાયતની એક એમ કુલ 3 બેઠકોની પેટા-ચૂંટણી માટે ખરાખરીનો જંગ જામવાનો છે જે માટે મતદાન 29 ડિસેમ્બરે અને પરિણામ 31 ડિસેમ્બરે જાહેર થશે. આ ચુંટણી માટે હવે 8 ઉમેદવાર મેદાનમાં છે જિલ્લા પંચાયતની બાવળા તાલુકાની  શિયાળ બેઠક (અનુ.આદિ.જાતિ.) માટે બે ઉમેદવાર મેદાનમાં છે આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ સામે સામે જંગ લડશે ધોલેરા તાલુકાની હેબતપુર બેઠક( બિન અનામત સામાન્ય) માટે 3 ઉમેદવારો મેદાનમાં છે તો વિરમગામ તાલુકા પંચાયતની ઓગાણ ની (બિન અનામત સામાન્ય) બેઠક માટે 3 ઉમેદવારો ચૂંટણી લડશે. અમદાવાદ જીલ્લા પંચાયતની ચૂંટણીમાં રાષ્ટ્રીય મુ્દ્દા કરતા સ્થાનિક મુદ્દાઓ અને તેમાંય વીજળી, માવઠાનો માર, પાક વીમો, સિંચાઈ માટે પાણી અગ્રેસર છે. અમદાવાદ જિલ્લા પંચાયતની 2 બેઠક અને તાલુકાન પંચાયતની 1 બેઠક કોંગ્રેસ પાસે હતી. પક્ષાંતરધારા હેઠળ ત્રણેય ઉમેદવારોની સદસ્યતા રદ થતા હવે પેટા-ચૂંટણી ની નોબત આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *