અમદાવાદ તા. 11 સપ્ટેમ્બર 2019 બુધવાર
શહેરમાં નકલી પોલીસને આખરે જાગૃત જનતાએ અસલી પોલીસ પાસે પહોચાડી દીધા છે. અમદાવાદના નેશનલ હાઈવે પરના CTM એક્સપ્રેસ હાઈવે પાસે નકલી પોલીસ બનીને ફરી રહેલા ત્રણ શખ્સોને સ્થાનિક લોકોએ ઝડપી લીધા છે.નકલી PSIતેમજ પોલિસ બનીને વાહનચાલકોને વાહનોની તપાસ કરવાના બહાને રુપિયા પડાવતા ત્રણ યુવકોને સ્થાનિક વેપારીઓએ રંગે હાથે પકડ્યા છે. આ અગાઉ પણ મણિનગરમાં થી આવાજ ત્રણ થી વધુ લોકો નાગરિકોને છેતરી રહ્યા હતા. આ ગેગની મોડસ ઓપરેન્ડી ફિક્સ હતી મણિનગર ગોરના કુવા પાસેના ATM માંથી રુપિયા લઈને બહાર જતા નાગરિકોને પોલિસની ઓળખ આપી ધમકાવતા હતા. તેમજ કેટલાક પાસેથી તો રુપિયા પણ પડાવી લીધા હતા આથી સ્થાનિક યુવાનોએ એ સમયે પણ આ નકલી પોલીસને ઝડપીને ખોખરા પોલિસને સોંપ્યા હતા.
અગાઉ નકલી પોલીસની ટોળકીએ મણિનગર કાકરિયા માર્ગ પર પણ કેટલાક નાગરિકો પાસેથી તોડ કર્યો હતો તે સમયે પણ મણિનગર પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ટોળકીમા પંદરથી વધુ સાગરિતો શહેરના જુદા જુદા વિસ્તારોમા નાગરિકો પાસેથી નકલી પોલિસ બનીને તોડ કરતા રહેતા હોવાની વાત બહાર આવી છે.