અમદાવાદ જિલ્લામાં 464 ગામો મા એક સાથે સેનીટાઈઝેશન કરાયું

કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા રવિવારે જિલ્લાના તમામ ગામોમાં એક સાથે એક જ સમયે સેનીટાઈઝેશનની મેઘા drive હાથ ધરાઇ હતી. જિલ્લામાં રોગનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુની સૂચના અને માર્ગદર્શનને પગલે આ સામૂહિક કામગીરી સંપન્ન કરાઇ હતી. આ સેનિટીઇંઝેશનની મેગા ડ્રાઈવમાં 16 લાખ વસતીને આવરી લેવાઇ હતી.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેશબાબુએ જણાવ્યું હતું કે જિલ્લામાં આ રોગનું સંક્રમણ ન વધે તે માટે ખાસ તકેદારી રખાઈ છે અને જિલ્લામાં બહારના લોકોની અવરજવર પર નિયંત્રણ જેવા સર્વગ્રાહી પગલાં લેવાયા છે. તેના પગલે જિલ્લામાં રોગને એક ચોક્કસ લેવલ સુધી અટકાવી રાખી શકવા માં સફળતા મળી છે. એકબીજાના સ્પર્શ કે જાહેર જગ્યાઓ પર લાગેલા વાયરસના કારણે સંક્રમણ ન વધે તે માટે મુખ્ય રસ્તાઓ, ઘરો, ફળિયા એમ સામૂહિક રીતે જંતુ રહિત કરવાની કામગીરી હાથ હાથ ધરાઇ હતી એમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના મેલેરીયા અધિકારી શ્રી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણપણે સેનીટીઇંઝેશનની કામગીરી માટે .100 ફોગર મશીન, 1 મોટુ vehikalવાળું કૅનેન ફોગર મશીન, 300 જેટલાં નાના પંપ તથા અન્ય..500 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મેઘા કામગીરીમાં 25000 જેટલાં વ્યક્તિ ઓ કે જેમાં સ્વયં સેવકો, કર્મચારીઓ નો ઉપયોગ કરાયો હતો અને 13500લિટર sodium hypochloride 20% દવા વપરાશમાં લેવામાં આવી છે. અમદાવાદ જીલ્લા ના બધાજ ગામ માં સેનીટાઇઝેશન કરવા માં સેવા ભાવિ સામાજિક કાર્યકર શ્રી મહેશભાઈ પરમાર અને મેઘમણી ઓર્ગેનીક ના માલિક જયંતિભાઈ પટેલ અને આનંદભાઈ પટેલે તથા ભરૂચ ની શ્રી રામ કેમિકલ ના કલ્પેશભાઈ એ વિનામૂલ્યે 30,000/લીટર સોડિયમ હાયપોકલોરાઇડ પૂરું પાડ્યું હતું જેમાંથી 4, 50,000/લીટર સોલ્યુશન બનાવાયું હતું.
આ સિવાય પણ મહેશભાઈ પરમાર દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર ની કચેરી મા આશરે 2’300/લીટર સોડિયમ હાયપોકલોરાઇડ પૂરું પાડવામાં આવ્યું છે. એટલું જ નહીં રેન્જ અમદાવાદ,ખેડા, આણંદ ની મુખ્ય જિલ્લા પોલીસ કચેરી, નડિયાદ નગરપાલિકા, મહેમદાવાદ મામલતદાર કચેરી, ગોધરા ટી ડી ઓ કચેરી, કાલોલ, મોરવાહડપ ટી ડી ઓ કચેરી ઉપરાંત અ.મ્યુ.કો. દક્ષિણ ઝોન મા પણ સોડિયમ હાયપોકલોરાઇડ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત ઝઘડિયા સ્થિત શ્રી રામ કેમિકલ દ્વારા પણ આ પ્રકારનું કેમિકલ પૂરું પાડવામાં આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *