લોકડાઉનના કારણે અનેક દેશના અર્થતંત્રના ગણિત ખોરવાઈ ગયા છે. મોટાભાગની વસ્તુઓમાં મોટી ફેરબદલ જોવા મળી રહી છે તેમાંય ક્રૂડઓઇલ સેકટરમાં કારમી મંદી જોવા મળી છે અમેરિકામાં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે . તાજેતરમાં ઓપેક તેમજ નોન ઓપેક દેશો ઉત્પાદન કાપ મુદ્દે સહમત થયા છે પરંતુ ઉત્પાદન કાપ મે માસથી અમલી કરશે જ્યારે કોરોનાના કારણે માગ સાવ ઠપ થતા ક્રૂડમાં ભાવ સતત તૂટી રહ્યાં છે. અમેરિકી ક્રૂડ (WTI) તૂટીને 15 ડોલરની સપાટી અંદર 13.57 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જે સરેરાશ 20 વર્ષની નીચી સપાટી પર પહોંચ્યું છે. ક્રૂડ વપરાશ કર્તા દેશોની માગ નીચી કિંમતોના કારણે ડબલ્યુટીઆઇના બદલે બ્રેન્ટ ક્રૂડ તરફ વળી છે કેમકે ગુણવત્તાની દ્રષ્ટિએ બ્રેન્ટ સારું છે તેમજ નિકાસકાર દેશો પણ ડિસ્કાઉન્ટની ઓફર મુકી રહ્યાં છે જેના કારણે અમેરિકી ક્રૂડની
માગ સાવ તળિયે પહોંચી છે જેના કારણે ભાવ ઝડપી ઘટી રહ્યાં છે.