અમેરિકામાં 24 કલાકમાં 70,000થી વધુ કોરાનાના દર્દી મળ્યા

એક તરફ અમેરિકામાં ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે તો બીજી તરફ કોરોનાનો કહેર બેફામ વકર્યો છે. એકલા અમેરિકામાં હાલ પ્રતિ દિન 70 હજારથી વધુ કેસ આવી રહયાં છે જયારે બીજા દેશોમાં કોરોનાનો કહેર ઘટી રહયો છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4 કરોડથી વધુ થયો છે. એમાં અત્યારસુધીમાં 2 કરોડ 99 લાખ 35 હજાર 601 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે સંક્રમણથી અત્યારસુધીમાં 11.15 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર, અમેરિકામાં 24 કલાકમાં 72,000 નવા કેસ સામે આવ્યા છે. જુલાઈ પછી આ એક દિવસમાં સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. એક દિવસ અગાઉ પણ 68 હજાર કેસ મળ્યા હતા. રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી હવે માત્ર બે સપ્તાહ દૂર છે, એવામાં વધતા કેસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *