અશ્વેતના મોતની ઘટનામાં વોશિંગ્ટન સહિત અમેરિકાના 40 શહેરમાં કર્ફ્યુ

અમેરિકામાં કોરોના કહેરની વચ્ચે એક અશ્વેત નાગરિકના મોતના પગલે હિ્સા ફાટી નીકળી છે. અને અમેરિકામાં ઠેર ઠેર અશ્વેત જોર્જ ફ્લોયડના મોતનો ભારે વિરોધ થઈ રહ્યો છે. રાજધાની વોશિંગ્ટન ડીસી સહિત 40 શહેરમાં કર્ફ્યુ લગાવી દેવાયો છે. રવિવાર રાતે પણ હજારો પ્રદર્શનકારીઓએ વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન કર્યું હતું. સુરક્ષાદળોએ ટીયરગેસ છોડવો પડ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ શુક્રવારે વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને થોડીવાર માટે અંડર ગ્રાઉન્ડ બંકરમાં લઈ જવા પડ્યા હતા. ન્યૂઝ ચેનલ CNN મુજબ વોશિંગ્ટન સહિત 15 શહેરમાં લગભગ 5 હજાર નેશનલ ગાર્ડ્સ તહેનાત કરાયા છે. જરૂર મુજબ બે હજાર ગાર્ડ્સને સ્ટેન્ડ ટૂ રહેવા કરહેવાયું છે. ન્યૂયોર્ક ટાઈમ્સે એક વ્યક્તિના હવાલાથી રિપોર્ટ છાપ્યો છે કે શુક્રવારે વ્હાઈટ હાઉસ સામે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થયા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પને એક કલાકથી ઓછા સમય માટે અંડર ગ્રાઉન્ડ બંકરમાં લઈ જવાયા હતા. પ્રદર્શનકારીઓને હટાવવા માટે સીક્રેટ સર્વિસ અને યુનાઈટેડ સ્ટેટ્સ પાર્ક પોલીસે ભારે જહેમત કરવી પડી હતી. અખબાર મુજબ ટ્રમ્પની ટીમ વ્હાઈટ હાઉસ બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થતા હેરાન હતા. જોકે એ સ્પષ્ટ થયું નથી કે મેલાનિયા અને બૈરન ટ્રમ્પને બંકરમાં લઈ જવાયા હતા કે નહીં. મિનેપોલિસમાં 26 મેના રોજ ફ્લોયડની પોલીસે છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી હતી. આ પહેલા એક પોલીસ અધિકારીએ ફ્લોયડને પકડ્યો હતો. તેના વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયોમાં 46 વર્ષનો ફ્લોયડ સતત પોલીસને ઘૂટણ હટાવવાનું કહી રહ્યો છે. તેણે કહ્યું કે તમારો ઘૂટણ મારા ગળા ઉપર છે. હું શ્વાસ લઈ શકતો નથી. ધીમે ધીમે તેનું હલનચલન બંધ થઈ જાય છે. ત્યાર પછી અધિકારી કહે છે કે ઉઠ અને કારમાં બેસ. તેની કોઈ પ્રતિક્રિયા આવતી નથી. આ દરમિયાન આસપાસ ભારે ભીડ ભેગી થઈ જાય છે. તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યા તેનું મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *