આંધ્રમાં 27 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત, 4 ખાનગી સ્કૂલો બંધ

દેશમાં કોરોના સંક્રમણ એકદમ વઘીને હવે ઘટી રહ્યુ છે પણ આંધ્રમાં સ્થિતિ ફરી ચિંતાજનક થઈ છે. આંધ્ર પ્રદેશની સરકારે 2 નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં સ્કૂલો ખોલવાની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન અધિકારીઓએ રાજ્યના કુરનુલ જિલ્લામાં ખાનગી સ્કૂલોને બંધ કરવાનો આદેશ આપ્યો છે. અહીંની સ્કૂલોમાં ભણતા 27 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે. ચાર ખાનગી સ્કૂલોમાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કરનારા 27 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. જે બાદ જિલ્લા કલેક્ટરે ચારેય સ્કૂલોને 10 દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. ખાનગી સ્કૂલોમાં 27 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ કુરનુલ જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાનગી સ્કૂલોને ચેતવણી આપતા કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનો સખ્ત આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *