દહેજ ભૂખ્યા પતિના ત્રાસને કારણે આપઘાત કરતા પહેલા આઈશાએ પોતાનો છેલ્લો વીડિયો આરિફને મોકલ્યો ત્યારે માનવતા ભૂલીને આરિફે આઈશાને બચાવવા માટે પ્રયાસ કરવાના બદલે પોતાની જાતને બચાવવા માટે ઝાલોરમાં પોતાના સંબંધીઓને આઈશાનો વીડિયો ફોરવર્ડ કરીને પોતાની નિર્દોષતા સાબિત કરવાનો હીન પ્રયાસ કર્યો હતો. જેની સાથે લગ્નજીવનના બે વર્ષ કાઢયા તેના મોત બાદ અફસોસ કરવાના બદલે આરિફખાને મોતનો મલાજો જાળવવાના બદલે પોતાની જાતને મહાન બતાવતો હોય તેમ પોતાના વોટસઅપ સ્ટેટસ પર આઈશાના મોત પર મજાક કરતી વાત મુકી હતી. જેમાં તેણે લખ્યુ હતુ ‘કૌન ચલા ગયા યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ કૌન અબ ભી સાથ હૈ યે ઈમ્પોર્ટન્ટ હૈ.’ લગ્ન પછી આરિફખાનના ટિકટોકમાં તે આઈશા પ્રત્યેની નફરત વ્યકત કરતો હોય તેવંુ બોલે છે. આરિફ ટિકટોક પર વીડિયોમાં કહી રહ્યો છે કે, ‘તુમ્હારી કસમ ખાકે કહેતા હું. યે ચહેરા અબ જિંદગી મેં કભી નહિ દેખોગી. ઔર દેખના, એક ના એક દિન ઐસા આયેગા, જબ તુમ્હારે પાસ દુનિયા કી સારી ખુશી હોગી. પર તુમ ખુશ નહિ હોગી. ઔર તુમ રોઓગી. તડપોગી, પર ખુશી કી ઝલક તક તુમ્હારી જિંદગી મેં નહિ હોગી. લેકિન તબ તક મેં અકેલે ખુશ રહેના શીખ ચૂકા હોઉંગા.’