આયરલેન્ડના કર્ટિસ કેમ્ફરે 4 બોલમાં 4 વિકેટ લીધી

T-20 વર્લ્ડ કપની ત્રીજી મેચ આયરલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે સોમવારે અબુધાબીમાં રમાઈ રહી છે. જેમાં નેધરલેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આયરલેન્ડે પહેલા બોલિંગ કરતા 10 ઓવરની અંદર તેના 6 ખેલાડીને પેવેલિયન ભેગા કરી મેચમાં દબદબો બનાવી દીધો હતો. આમાં સૌથી મોટો ફાળો તેના બોલર કર્ટિસ કેમ્પરે આપ્યો હતો. કર્ટિસે 4 બોલમાં 4 વિકેટ ઝડપીને આ વર્લ્ડ કપની પહેલી હેટ્રિક લીધી હતી. ઓછામાં પુરૂ નેધરલેન્ડ સામેની છેલ્લી ઓવર દરમિયાન આયરલેન્ડના માર્ક એડરની ઓવરના છેલ્લા 3 બોલ પર બેક ટુ બેક વિકેટ્સ પડી હતી. જોકે આના પાંચમા બોલ પર નેધરલેન્ડનો લોગન વેન બીક રનઆઉટ થતા તેને બોલરની હેટ્રિકમાં સામેલ નહીં કરાય, પરંતુ આયરલેન્ડની ટીમની હેટ્રિક કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *