આરબીઆઈની KYC- ડીમોનેટાઈઝના નિયમોના ભંગ બદલ પેનલ્ટી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બિહાર સ્થિત કો-ઓપરેટિવ બેન્કને કેવાયસીના નિયમોના ભંગ તેમજ ડિમોનેટાઈઝ કરન્સીના એક્સચેન્જ સંબંધિત માર્ગદર્શિકાઓનુ ભંગ કરવા બદલ પેનલ્ટી ફટકારી છે. આરબીઆઈએ બિહાર અવામી કો-ઓપરેટિવ બેન્ક લિ. પર રૂ. 5 લાખની પેનલ્ટી ફટકારી છે. નવેમ્બર, 2016માં રૂ. 500 અને રૂ. 1000ની નોટને ડિમોનેટાઈઝ કરવામાં આવી હતી. જેમાં આરબીઆઈએ આ કરન્સી એક્સચેન્જ કરાવવા ચોક્કસ સમય મર્યાદા સાથે માર્ગદર્શિકા જાહેર કરી હતી. કેવાયસીના નિયમોનો ભંગ કર્યો હતો. રેગ્યુલેટરી નિયમોના ભંગ આધારિત પેનલ્ટી ફટકારવામાં આવી છે. જેનો હેતુ બેન્કો દ્રારા તેના ગ્રાહકો સાથેના કોઈ પણ પ્રકારના ટ્રાન્જેક્શન કે કરારની માન્યતાને નામંજૂર કરવાનો નથી. બેન્કને શો કોઝ નોટિસ ફટકારી બિહાર અવામી કો-ઓપરેટીવ બેન્કને પર્સનલ સુનાવણીની તક આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *