આસાન લાગતી રાજયસભાની ચૂંટણીમાં હવે ખરાખરીનો જંગ

ગુજરાતમાં અગાઉ એક તરફી લાગતી રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં હવે ખરાખરીનો જંગ જામ્યો છે. હાલમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં છે, અગાઉ ધારાસભ્ય ના સંખ્યાબળ મુજબ ભાજપને 2 અને કોંગ્રેસને 2 બેઠકો મળે તેમ હતું, પણ બાદમા ભાજપે આ ચૂંટણીમાં 3 ઉમેદવાર ઉતારતા જંગ જામવાની શરુઆત થઈ હતી કેમ કે ભાજપ પાસે 3 જા ઉમેદવારને જીતાડવાનુ પુરતુ સંખ્યાબળ ન હોવા છતાંય ત્રીજુ ફોર્મ ભર્યુ હતું બીજી તરફ કોગ્રેસ પાસે 2 ઉમેદવાર આસાનીથી જીતવાની સંખ્યા હતી. પણ સમયની સાથે રાજકીય હવામાનમાં હવે પલટો આવી ગયો છે હવે કોંગ્રેસના એક બાદ એક 7 ધારાસભ્યોના રાજીનામા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે સંખ્યાબળને જોતા ભાજપ સરળતાથી 3 બેઠક જીતશે પણ કોંગ્રેસનો એક ઉમેદવાર હારશે. હાલમાં સૌથી કફોડી સ્થિતિ કોગ્રેસની થઈ છે. જે બે ઉમેદવાર જીતતા હતા તેમાંથી હવે એક જ જીતશે પણ કયા સિંહ જીતશે તેના પર સૌની નજર છે. કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલમાંથી એકની પસંદગી કરવાની છે. હવે આ બે નેતામાંથી એકની હાર નિશ્ચિત છે
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીએ વધુ એક વખત કોંગ્રેસ પક્ષને નુકશાન પહોંચાડ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *