ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ હોવાથી 70 ટકા વેપારને ફટકો

કોરોના કાળની અસર હજુ પણ ગુજરાતના રોજગાર ધંધામાં ચાલુ છે ખાસ કરીને વિદેશમાં તહેવાર સમયે ચીજવસ્તુઓની એક્સપોર્ટ કરતાં ધંધાર્થીઓની હાલત કફોડી બની છે, જેનુ કારણ છે ઈન્ટરનેશનલ ફલાઈટ ઠપનુ. ગુજરાતમાંથી અલગ અલગ જીલ્લાઓમાંથી વિદેશમાં હજારો ટનમાં ખાખરા, મઠિયા, ગરમ મસાલા. અથાણા. મીઠાઈઓ એક્સપોર્ટ થાય છે.પણ આ સિઝનમાં હવે તેમનો વેપાર માત્ર ઘર આંગણા પુરતો સિમિત થયો છે. જેને લઈને તેમના 70 ટકા ધંધો થઈ ગયો છે. દર વર્ષે દિવાળીએ વેપારીઓ અગાઉથી જ પેંડાનો સ્ટોક કરી રાખતા, પરંતુ આ વર્ષે વેપારીઓ ઓર્ડર મુજબ જ પેંડા બનાવી રહ્યા છે. દર વર્ષે દિવાળીએ કરોડોના થતા ટર્નઓવરમાં આ વર્ષે 70 ટકાનો ફટકો લાગ્યો છે. ઇન્ટરનેશનલ ફ્લાઈટ બંધ હોવાથી વિદેશ પેંડા જતા બંધ થયા છે. કોરોના પહેલા વેપારીઓ મોટી સંખ્યામાં ખાદ્ય સામગ્રીનું પ્રોડકશન શરુ કરી દે છે અને તહેવારમાં પેકિંગ કરીને વિદેશમાં મોકલે છે પણ આ વખતે 50 ટકા જ ઘરાકી છે. અત્યારે આઉટસાઈડ ગોઈંગ બધું જ બંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *