ઇસનપુરમાં લુખ્ખાઓનો આતંક, વેપારીને માર મારી સામાન બહાર

ઈસનપુર વિસ્તારમાં લુખ્ખાઓએ બુધવારે મનીષ પ્લાસ્ટિક શોપના માલિકને દુકાનમાં ઘુસી માર મારી સામાન રોડ પર ફેંકી દઈ આતંક મચાવ્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થતાં ઇસનપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. ઇસનપુર બ્રિજ નીચે ચાર રસ્તા પાસે આવેલી મનીષ પ્લાસ્ટિક નામની દુકાનમાં 4 જેટલા અસામાજીક તત્વો ઘુસી ગયા હતા. આરોપીઓએ દુકાનના માલિકને મારમાર્યા હતા. દરમિયાનમાં સ્થાનિક લોકો વચ્ચે પડતા લુખ્ખાઓ જતા રહ્યા હતા. જોકે થોડીવાર બાદ ફરી દુકાનમાં ઘુસી આવેલા શખ્સોએ તોફાન કર્યું હતું. એક શખ્સે દુકાનની અંદર પડેલા પ્લાસ્ટિક સામાનના બોક્સ ઉઠાવી રોડ પર ફેકયા હતા. બનાવને પગલે સ્થળ પર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ ઘટનાના વીડિયો અને સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યા હતા. બનાવની જાણ થતાં ઇસનપુર પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *