ઈરફાન બાદ બોલીવુડે ગુમાવ્યો વધુ એક સિતારો… રિશિ કપુર

પિતા સાથે પુત્રી રિધ્ધિમા કપુર
કપુર ખાનદાનની યાદગાર તસવીર
અંતિમ વિધિમાં આલિયા ભટ્ટ સહિતના બોલીવુડ સિતારાઓ હાજર રહ્યાં.

બોલીવુડમાં એક બાદ એક સિતારાની ચિર વિદાય થઈ રહી છે હજુ ઈરફાન ખાનના મોતના સમાચાર તાજા છે ત્યાં વધુ એક બોલીવુડ એકટર 67 વર્ષીય રિશી કપૂરનું 30 એપ્રિલે સવારે આઠ વાગીને 45 મિનિટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેન હોસ્પિટલમાં નિધન થયુ છે. બીગ બીએ ટવીટ કરીને આ માહિતી બોલીવુડ જગતને આપી હતી. 2018થી રિશી કપૂર લાંબા સમયથી બોન મેરો કેન્સરથી પીડિત હતાં. તેમને ચેસ્ટ ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ તથા તાવને કારણે 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. સવારે 8.45 વાગે મૃત ઘોષિત કરાયા હતાં રિશીએ જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે પત્ની નીતુ તથા દીકરો રણબીર હાજર હતાં. જયારે તેમની દીકરી રિધ્ધિમાં દિલ્હી હતી બાદમાં અંતિમ વિધિમાં આવી પહોચી હતી. 30 એપ્રિલે સાંજે રિશી કપૂરના ચંદનવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. અંતિમ વિધિ સમયે સૈફ અલી ખાન, અભિેષેક બચ્ચન, કરીના કપુર, આલિયા ભટ્ટ, રાહુલ રવૈલ સહિતના બોલીવુડ સિતારાઓ પણ હાજર રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *